શુક્રવાર, 17 ઑક્ટોબર, 2014

શુભ પ્રભાત

“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી
મળેલા સવાલના સ્વરૂપ માં જવાબ આપવો એં, મારો સંસ્કાર નથી.”
અર્થાત : કોઈ કઈ પણ કહે અથવા કઈ પણ તમારા પર આરોપો મુકે એનો અર્થ આપણી એ વાત સાથે ની સહમતી નથી સાબિત કરતી.
કડવા, ખરાબ કે અયોગ્ય શબ્દો માં પૂછાયેલા સવાલ ના બદલામાં સારા, સુંદર અને સભ્ય શબ્દો થી આપવામાં આવેલા જવાબ થી આપણા સંસ્કાર ની છબી રજુ થાય છે.

રોના ઔર સોના

જબ હમ છોટે થે તો સોને કે લિયે રોને કા નાટક કરતે થે,
પર અજ હમ જબ બડે હો ગયે હે તો રોને કે લિયે સોને કા નાટક કરતે હે,,..

પ્રભુ ની કેવી લીલા….

આ બધી પ્રભુ ની કેવી લીલા છે ..
દારૂ વેચવા વાળા ને ક્યાય નથી જવું પડતું ..
અને દુધ વેચવા વાળા ને ઘેર ઘેર જવું પડે છે …

હાસ્ય…

ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.

હાસ્ય

હસવું નથી છતાં હસવું પડે છે,
કોઈ પૂછે કેમ છો? તો મજામાં કહેવું પડે છે.
પ્રેમ એક એવો રંગમંચ છે જ્યાં,
બરબાદ થઇ ને પણ પાત્ર ભજવવું પડે છે.

ફિક્સ છે….

ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,
નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.
સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,
મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.
બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,
ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.
ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.
ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.
ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,
ફુટી ગયેલા પેપર ઉપર એક્ષામીનેશન તો ફિક્સ છે.
ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,
જ્યા કારકુન, જ્યા કચેરી, કરપ્શન તો ફિક્સ છે

યાદ આવીશ.

હું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ,
કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ.
નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું,
કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ.
મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં,
કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ.

દોસ્તીની સીમાઓ…

દોસ્તીની કોઈ સીમાઓ હોતી નથી…
આ એવો પ્રદેશ છે જ્યાં ઈમારતો હોતી નથી…
અહીં રહે છે સૌ એકબીજાંનાં દિલમાં…
આ એવી અદાલત છે જ્યાં કોઈ ફરિયાદ હોતી નથી.

છેડી દે દોસ્ત હવે સુર દોસ્તીનો

ધરતીની એક નવી શરૂઆત માગું છું,
હું ક્યાં જુનો હિસાબ માગું છું.
બસ મુર્જાયેલ ફૂલની કળીતો માગું છું,
હું ક્યાં તમારી પાસે બહાર માગું છું.
લાગણીઓની બસ એક પળ માગું છુ,
કે ક્યાં આયખું તમામ માગું છુ.
છેડી દે દોસ્ત હવે સુર દોસ્તીનો ,
હું ક્યાં આખે આખી સિતાર માગું છુ.
ખુશ છુ હું તને દુરથી જોયને,
નજીકની ક્યાં એક પળ માગું છુ.
એક આસું બસ મારી યાદનું માગું છુ.
હું ક્યાં ધોધમાર વરસાદ માગું છુ.
ખુસ રહો તમે એવી દુવા માગું છુ.
બાકી દુવામાં ક્યાં મારી “ખુશી” માગું છુ.
થઇ જાય જો પ્રણય તો એકરાર કરજો ,
રોકડો હિસાબ છે હું ક્યાં ઉધાર માગું છુ.

“ચાંદ”

નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.,
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે…

સજની

જો ને સજની તારા વર્ણન થી ગઝલ શરમાય છે,
પ્રેમ તારો જોઇ ને પ્રક્રુતી પણ હરખાય છે,ગુલાબી.
ચાંદ હવે વાદળો પાછળ શરમાય ને છુપાય છે,
શિતળતા તારી જાણી ને ચાંદની ખિલી જાય છે,
ઝરણા પણ જોને અહિં થી ખળ-ખળ વહી જાય છે,
શંખ-છિપલા પ્રેમ તણા પાણી થી ભીંજાય છે,મરઝી
પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે,
યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે,
સ્વ્પનો ની યાદો મા મારી ઉર્મિ પણ હરખાય છે,
ઝાકળ ની બુંદો પણ હવે મોતી બની ઝબકાય છેImage,

ખોવાયેલ મિત્ર ની યાદ

તેને હું ગમું કે ના ગમું પણ તે મને ગમે છે,
તે મને યાદ કરે કે ના કરે પણ હું તેને યાદ હર ક્ષણ કરું છુ,
તે મારી ફહરીયાદ કુદરત ને ભલે કરે કે હું ખરાબ છુ,
પણ તે મારા માટે સારા છે,તેની શાખ હું ભરું છુ,
ભલે દુર તે મારા થી રહે ,પણ મારા મિત્ર તરીકે હું સદા તેમને મારી પાસે જ ગણું છુ,
દુનિયા આખી ભલે ભૂલી જાય” જયરાજ” ને પણ હે ભગવાન મારા મિત્ર ને કદી હું ના ભૂલું તેવી પ્રાર્થના હું તમને કરું છુ ..

ભગવાન

ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
હું તો છું તારા મનમાં, ને સૃષ્ટિના કણકણમાં,
તારા ભૂત ભવિષ્ય વર્તમાનમાં,ને તારી ક્ષણેક્ષણમાં,
તારા કર્મ અને ધર્મમાં, ને જ્ઞાન અને વિજ્ઞાનમાં,
પંખીઓના કલરવમાં,ને પશુઓના રવ(અવાજ)માં,
ઝાડપાનની હલચલમાં,ને નદીઓના કલકલમાં,
કુદરતના આયોજનમાં, ને પ્રલયના પ્રયોજનમાં,
દશે દિશાઓમાં ને આસપાસના વાતાવરણમાં,
ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
મારા અસ્તિત્વ વિનાનું સૃષ્ટિ પર નથી કોઈ સ્થાન,
એ એહસાસથી જ મળશે તને તારા ભગવાન

સાથ…

તોફાનોભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે,
દુઃખોની ઘડીમાં પણ હસતા આવડી જશે,
જો સાથ તમે જીવનભર આપશો, તો
જીવનની મુશ્કેલીઓ સામે લડતા આવડી જશે
Image

મિત્ર


મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ જ અઘરી છે,
મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,
મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા
આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે
જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,
મિત્રો સાથે વિતાવેલી દરેક પળ ,જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય
એ પળો ખરીદી શકાય એવી નથી હોતી,
મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો.
મિત્રતા દિવસ ની દરેક મિત્રો ને શુભેચ્છા !!

ગુરુવાર, 16 ઑક્ટોબર, 2014

બસ આટલું કરો ....


ખુશનસીબ

દુનિયા મેં ૩ લોગ ખુશનસીબ હૈ,
૧ વો જિસે સચ્ચા યાર મિલતા હૈ,
૨ વો જિસે સચ્ચા પ્યાર મિલતા હૈ,
૩ વો જિસે મેરે જૈસા યાર મિલતા હૈ.

જેને હું ચાહું છું

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા..

એ.ટી. કે. ટી..

વોહ પાણી પૂરી હી ક્યાં હે. જિસમેં પાની ના હો.
વો વડાપાઉં હી ક્યાં જિસમેં વડા ના હો.
ડર મત મેરે દોસ્ત વોહ ડિગ્રી હી ક્યાં જિસમેં “A T . K T ” ના હો..

નેતા

રામ નામે પથરા તરે,
ને ગાંધી નામે નેતા.
ભુખ્યો સાવજ કરે શિકાર,
ના નજર વિણ કારણ ક્યાંય.
ભર પેટે, ઝપટે થાળ બીજાનો
ભાઈ એ તો અવતાર નેતાનો
કોને ફિકર ભાઈ કોઈ જીવે,મરે,
હાજરી એમની ભલે સહુને નડે.
પાંચસોની પત્તી ને છબી ગાંધીની,
બની હાર, પહેરામણી એ નેતાની.
આજ તો ભાઇ રામ નામે પથરા
તરે કે ના તરે!
આધુનિક રામ રાજમાં ગાંધી નામે,
નેતા તો ખુબ તરે.

Our Jamnagar

નામ ભલે જામનગર હોઈ પણ મુંબઈ જેવી પહેચાન છે.
એક ઇન્દિરા રોંડ અને બીજો નહેરુ રોંડ અને ત્રીજો સાત રસ્તા રોંડ અમારી જાન છે.
રણજીત સાગર ડેમ અમારી સાન છે.
અને જોગેર્સ પાર્ક તો પ્રેમી પંખીડા નું ધામ છે.
મનમોજી ના ગોલા અને મારાજ ના ગાઠીયા નું નામ છે.
મયુરી ના ભજીયા અને ગીગા ભાઈ ની ભેલ ની તો અલગ જ વાત છે.
લખોટા તળાવ તો રવિવાર ની સાંજ છે.
જૈન વિજય ની કચોરી અને પટેલ ના પેંડા એક વાર ખાતા જાવ અને કેટ જાવ કે જામનગર જેવું બીજું ક્યાં ધામ છે.

પ્રેમ

જેને અમે પ્રેમ કરતા હતા. એને અમારા પ્રેમ પર શક હતો.
જયારે એમને અમારા પ્રેમ પર વિશ્વાસ આવ્યો,
ત્યારે અમારા પર હક કોઈ ઓરનો હતો..

ચા બગડી એની સવાર બગડી……….

“ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.”
આ ત્રણેયમાં ચકાચૌંધ કરીદે એવું સામ્ય છે,
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
ઊકળવું એજ એમનો સંદેશ.
ઊકળે નહિ ત્યાં સુધી જામેય નહિ.
પરફોર્મન્સ જ ના આપે.
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે.
નિખાર એટલે કેવો?
ચા ઊકળે તો લાલ થાય,
દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો…
લાલપીળી થાય! (આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી!)
એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે.
ચા ની ચૂસકી,
દાળનો સબડકો અને સાસુનો ફડકો!
આ ત્રણનું કોમ્બીનેશન જુઓ!
ત્રણેય સ્ત્રી જાતિ,
અને સુધારવું–બગાડવું કોના હાથમાં !

યાદ રખના…

ના સલામ યાદ રખના
ના પૈગામ યાદ રખના
બસ હો સકે તો હમારા નામ યાદ રખના…

surati

-પ્લેગ આવ્યો ત્યારે ઉંદર ને
મારવા દોડ્યો એન નામ સુરતી .
-ભૂકંપ આવ્યો ત્યારે રાતે રસ્તા પર
ઉજાણી કરી એનું નામ સુરતી .
-રેલ ના પાણી ઉતર્યા ને નાકા પર
પાણીપુરી શોધવા નીકાર્યો એનું નામ સુરતી .
-બોમ મળ્યા ત્યારે
લોકો ના ટોળા ભેગા થયા એનું નામ સુરતી .
-સાઇકલ પાર્ક કરીને McDonalds
માં સેન્વીચ ખાવા જાય એનું નામ સુરતી
-BMW રસ્તા પર પાર્ક કરીને લારી પર
ભેલપૂરી ખાઈ એનું નામ સુરતી
-ઉનારા માં ચા પીએ ને
શીયારામાં બરફ્ગોલા ખાઈ એનું નામ સુરતી .
-સ્ટેસન થી આલુપુરી લેવા 10 km દુર રાંદેર
જાય એનું નામ સુરતી .
-ભાવ પૂછયાં વગર મન ગમતી વસ્તું ખરીદે
એનું નામ સુરતી .
-ખુશ થાય ત્યારે ગારો બોલે એનું નામ સુરતી .
-ફૂત્પાટ પર બેસવા નો આનંદ લુટે એનું નામ
સુરતી .
-જ્યાં ભીડ હોય ત્યાં પહેલો જાય એનું નામ
સુરતી .
બાકી તો રહ્યા તમે . તમારો અનુભવ પણ
કહી દો હવે …….

હો ગઈ…

ગુલ ગઈ ગુલશન ગઈ
ગઈ હોઠો કી લાલી
અબ તો પીછા છોડો વો તો
હો ગઈ બચ્ચો વાલી.

પ્રેમ

તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે..

બેકાર…

મસ્તી નહિ તો કોલેજ બેકાર.
સુગર નહિ તો કોફી બેકાર.
લવ નહિ તો લાઈફ બેકાર.
સપને નહિ તો રાત બેકાર.
ઓર
આપ જૈસે સાથ નહિ તો
જિંદગી બેકાર.

હું ઉભો હતો…

છમ છમ કરતી આવી ને છમ છમ કરતી જતી રહી….
હું ઉભો હતો સીન્ધુર લઈને અને રાખડી બાંધી ને જતી રહી!

નુતન વર્ષાભિનંદન

આપનું અને આપના પરિવારનું જીવન
દીપ ની પવિત્રતા જેવું પવિત્ર ,
રંગોળી ના રંગ જેવું રંગોથી ભરેલું,
આતશબાજી ના અજવાશ જેવું ઉજળું
અને મિષ્ટાન ના સ્વાદ જેવું મીઠું,
બની રહે તેવી નુતન વર્ષાભિનંદન ની શુભેચ્છા…….

દિલ ના લાગે

દિલ ના લાગે તો હું શું કરું?
એક માગું ને બે મળે તો હું શું કરું?
તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું

ઝીંદગી

તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,
છે રોશની તો ય મને અંધકાર લાગે છે,
છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,
તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….

જીવનસાથી

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

Ishaq

“ISHQ” મેં….
“ISHQ” મેં ”FANNA” હોકર “DIL” “RANGILAA ”
બનતા હે ,
મગર “DAULAT KI JANG” મેં યે ”GULAM” સા હોતા
હે ,
યે ”PARMPARA” ચલી આ રહી હે ”QAYAMAT SE
QAYAMAT TAK” ,
મગર આજ ભી યે “BAAZI” મેં ”JO JITA VAHI
SIKANDAR” હોતા હે…

સમય ને જતા.................................

સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . .

માલુમ છે, જડતો.........................................

માલુમ છે, જડતો નથી જવાબ તોય ફાંફા મારું છું
નિષ્ફળતા નો થયો છું શિકાર તોય ફાંકા મારું છું
આ બધું છોડી મન થી હું, અડગ રહેવામાં માનું છું
ભરીશું એક નવું ડગ બદલીશું ફરી આપણું જગ
બસ, આજ વિશ્વાસ માં હું રોજ રાચુ છું .

dhirubhai ambani

પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી

“એક સારી શરૂઆત, .................

“એક સારી શરૂઆત, વીંધી નાખે છે અનેક અપવાદ અને,
એક સાચી યાદ, ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ. ”

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ કામ ની શરૂઆત કરતાજ હલ થઇ જાય છે એંમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિખવાદો નો અંત થઇ જાય છે.

વરસો વીતી ગયા વાત ને..........

વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં હતી,
અને ક્યાં ખબર હતી કે એં
હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.

સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતાય, ચમક આંખ માં હતી
અને ક્યાં ખબર હતી કે એં
આંખ ના પોપચામાં હતી.

નાખુશ થયા એં જોઇને અમને
જયારે મુખ પર મારા હસી હતી,
અને ક્યાં ખબર હતી કે એં
રુદન માં પણ બની હસી એં વસી હતી.

ગુણાંક ન મળ્યાની જાણી વાત ને
સમય સૂચક ગણી એં પ્રેમ માં અટકી ગયા
અને ક્યાં ખબર હતી કે એં મુલાકાત
બની પડછાયો ક્યાં પીછો છોડતી હતી

નથી હું એનો કે હવે એં મારી
વાત ક્યાં આ દુઃખ ની હતી
અને ક્યાં ખબર હતી કે
સાથે જ રહેવું એંજ ક્યાં ઝીંદગી હતી.

“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી............

“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી
મળેલા સવાલના સ્વરૂપ માં જવાબ આપવો એં, મારો સંસ્કાર નથી.”

અર્થાત : કોઈ કઈ પણ કહે અથવા કઈ પણ તમારા પર આરોપો મુકે એનો અર્થ આપણી એ વાત સાથે ની સહમતી નથી સાબિત કરતી.
કડવા, ખરાબ કે અયોગ્ય શબ્દો માં પૂછાયેલા સવાલ ના બદલામાં સારા, સુંદર અને સભ્ય શબ્દો થી આપવામાં આવેલા જવાબ થી આપણા સંસ્કાર ની છબી રજુ થાય છે.

અનુભવ એ...............

અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે

શિયાળા ની રાત ઘણી..........................

શિયાળા ની રાત ઘણી લાંબી હોય છે, તેમાં ફૂંકાતો પવન અસહ્ય હોય છે,
પરંતુ તેની સવાર ઘણી સુંદર,રમણીય, અને મન ને શાંતિ આપનાર હોય છે.
તેવી જ રીતે સફળતા મેળવવા માટે નો સમય ઘણો લાંબો હોય છે.
તેમાં પણ પવન ની જેમ ઘણી અડચણ આવે છે પરંતુ,
તેમાંથી મળતી સફળતા ઘણી શાંતી અને ખુશી આપનાર હોય છે.

દુનિયા માં ઘણા સ્વરૂપ છે.....................

દુનિયા માં ઘણા સ્વરૂપ છે પાપ ના. પણ હું ત્રણ પાપ ની જ વાત કરું છું જે લોકો માટે કદાચ અ સામાન્ય હશે પણ મારા મતે એં પણ એક પાપ જ છે.

**************

ભુખીયા હોવા છત્તા પેટની
પત્ની થી છુપાવેલી વાત, એ એક
પતિ નું પાપ છે ………

એકનોએક હોવા છત્તા જીવાધાર
જેને ના ગણવો દુઃખ માં ભાગીદાર, એ એક
પિતા નું પાપ છે ……………

બાળી પોતાની કરી નાખે રાખ
વેડફી નાખે નશાખોરી માં જે જાત, એ એક
પોતેજ પોતાનું પાપ છે…………

જે ના સમજે એક પતિ થી પિતા બની પોતે આ વાત
એના મતે શું પુણ્ય શું પાપ?

આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની.................

આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની,
બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની.

આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની,
બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.

આવડત તો છે સૌ કોઇ માં ખુબ સારું બોલવાની
બસ નથી, તો માત્ર ધીરજ કોઇને બોલતા સાંભળવાની.

આવડત તો છે સૌ કોઇ માં ઉપદેશ આપવાની
બસ નથી, તો માત્ર ધીરજ હાર ને સ્વીકારવાની.

આવડત તો છે સૌ કોઇ માં પ્રભુ ને મળવાની
બસ નથી, તો માત્ર ધીરજ જાત ને જાણવાની.

આવડત તો છે સૌ કોઇ માં જિંદગી ને જીવવાની
બસ નથી, તો માત્ર ધીરજ મોત ને મોડી મળવાની.

મિત્રો વધારે સુવિચાર મેળવા માટે મારું આ પેજ લાઇક કરો.......................

બુધવાર, 15 ઑક્ટોબર, 2014

SHAYRI


ये मासूमियत का कौन सा अन्दाज़ है, पर काट कर कह दिया कि,अब तुम आजाद हो।https://www.facebook.com/HindiShayri13/photos/a.145424135576574.29336.145354965583491/751732214945760/?type=1&relevant_count=1

ગુજરાતી સુવિચાર..


આ બ્લોગ વેબ સાઈટ બનવા નો મુખ્ય હેતુ ગુજરાત સુધારણા માટે છે.