શુક્રવાર, 17 ઑક્ટોબર, 2014

છેડી દે દોસ્ત હવે સુર દોસ્તીનો

ધરતીની એક નવી શરૂઆત માગું છું,
હું ક્યાં જુનો હિસાબ માગું છું.
બસ મુર્જાયેલ ફૂલની કળીતો માગું છું,
હું ક્યાં તમારી પાસે બહાર માગું છું.
લાગણીઓની બસ એક પળ માગું છુ,
કે ક્યાં આયખું તમામ માગું છુ.
છેડી દે દોસ્ત હવે સુર દોસ્તીનો ,
હું ક્યાં આખે આખી સિતાર માગું છુ.
ખુશ છુ હું તને દુરથી જોયને,
નજીકની ક્યાં એક પળ માગું છુ.
એક આસું બસ મારી યાદનું માગું છુ.
હું ક્યાં ધોધમાર વરસાદ માગું છુ.
ખુસ રહો તમે એવી દુવા માગું છુ.
બાકી દુવામાં ક્યાં મારી “ખુશી” માગું છુ.
થઇ જાય જો પ્રણય તો એકરાર કરજો ,
રોકડો હિસાબ છે હું ક્યાં ઉધાર માગું છુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો